કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, "ગઈકાલે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં, પોતે, તેમના નેતાઓ અને તેમની પાર્ટીથી વધુ ખરાબ અને વધુ શરમજનક વાત કહી હતી. તેમણે પોતાની કડવાશ દેખાડતા કારણ વિના વડાપ્રધાન મોદીને પોતાના અંગત સ્વાસ્થ્યના મામલામાં ખેંચ્યા હતા અને કહ્યું કે, PM મોદીને સત્તા પરથી હટાવ્યા પછી જ તેમનું મૃત્યુ થશે. આ દર્શાવે છે કે આ કોંગ્રેસીઓમાં PM મોદી પ્રત્યે કેટલી નફરત અને ડર છે કે તેઓ સતત તેમના વિશે જ વિચારતા રહે છે. જ્યાં સુધી શ્રી ખડગે જીના સ્વાસ્થ્યનો સવાલ છે, મોદીજી પ્રાર્થના કરે છે, હું પ્રાર્થના કરું છું અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તેઓ લાંબુ જીવે અને સ્વસ્થ રહે. તેઓ ઘણા વર્ષો સુધી જીવે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થતું જુએ.”