રાજપીપળાના 65 વર્ષના અમીના બીબીનો દિકરો- શબ્બીર ગરાસિયા કળીયુગનો શ્રવણ છે. આ દિકરાએ અપંગ માતાની સેવા કરવા માટે લગ્ન ન કર્યા. અને આજે તે પથારીવશ માતાની તમામ સેવા-ચાકરી કરે છે. માતા કંટાળે તો હાથ-લારીમાં આંટો મારવા બહાર લઈ જાય છે. માતાના મુખ પર સંતોષ પણ જોવા મળે છે. શબ્બીરની આર્થિક રીતે ભલે રાંક હોય, પણ મનનો તો રાજા જ કહેવાય.