દેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ બાબતે બોલિવૂડના અભિનેત્રી શબાના આઝમી અને કોયના મિત્રા વચ્ચે સોશ્યલ મીડિયામાં યુદ્ધ જામ્યું છે. રોહિંગ્યા મુસ્લિમ બાબતે કોયના મિત્રાએ ટ્વિટર પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે રોંહિગ્યાઓને શરણ આપવી એટલે દેશની સુરક્ષા માટે જોખમ વધારવું. તેની ટ્વિટનો જવાબ આપતાં શબાના આઝમીએ જણાવ્યું કે દરેક વ્યક્તિને આતંકવાદી કહેવું યોગ્ય નથી.