દેશભરમાં ગટર લાઇન અને સેપ્ટિક ટેન્કની માનવી દ્વારા થતી સફાઈનો અંત લાવવાનો સરકારે નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રાલય આ માટે કાયદામાં સુધારો કરી ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ મશીન દ્વારા કરવાનું ફરજિયાત બનાવશે જ્યારે શહેરી બાબતોના મંત્રાલયે કોઈપણ માનવીને ગટર અથવા સેપ્ટિક ટેન્કમાં ઊતરવું ન પડે તે માટે સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જ યોજના શરૂ કરી છે. સરકાર આ માટે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટમાં સુધારો કરશે. જેમાં ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ મશીન દ્વારા ફરજિયાત કરાશે. તે ઉપરાંત મેનહોલના સ્થાને મશીન હોલનો સત્તાવાર શબ્દ તરીકે ઉપયોગ કરાશે. ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં દેશભરમાંથી માનવી દ્વારા ગટરોની સફાઈ નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે સરકાર દ્વારા કેટલાંક મહત્ત્વના પગલાં લેવામાં આવી રહ્યાં છે.