દેશમાં કોરોના વાયરસ નું સંક્રમણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. ત્યારબાદ એવો નિર્ણય લેવાયો છે કે સુપ્રીમ કોર્ટના તમામ જજ આજથી પોત પોતાના ઘરેથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટના 44 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટમાં કામ કરતા 3400 કર્મચારીઓમાંથી શનિવાર સુધીમાં કોરોના વાયરસના 44 કેસ સામે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કર્મચારીઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ કોર્ટરૂમ સહિત કોર્ટ પરિસરને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. આ કારણે આજથી તમામ બેન્ચ નિર્ધારિત સમયથી એક કલાક મોડી શરૂ થશે.