રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીના પગલે રવિવારે મોડી સાંજે વાવાઝોડાં અને વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ સાંબેલાધારે વરસાદ પડ્યો છે.
રવિવારે સાંજે રાત્રે 1 વાગ્યાની આસપાસ શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં પણ વીજળી ડૂલ થઈ ગઈ છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.