દિલ્હીની સીમા પર ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે સોમવારે યોજાયેલી વાટાઘાટો કોઈ નિષ્કર્ષ વગર પૂર્ણ થઈ હતી. જો કે બેઠક બાદ કેન્દ્રીય કૃષિપ્રધાને જણાવ્યું હતું કે આગામી રાઉન્ડમાં અમે કોઈ નિરાકરણ સુધી પહોંચી શકીશું તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ખેડૂતોની બે ચાવીરૂપ માંગને સરકાર દ્વારા વિચારણા માટે ટેબલ પર લેવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર વિવાદાસ્પદ કાયદાને રદ નહી કરવા પર મક્કમ રહી હતી અને માનવામાં આવે છે કે તેણે આ બાબતને આગળ ઉપર લઇ જવા માટે એક સમિતિની રચના કરવાની ભલામણ કરી હતી. જોકે ખેડૂતોના પ્રતિનિધિઓ તેમની કાયદાને રદ કરવાની તેમની માગણી પર અડગ રહ્યા હતા. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે અમે કાયદાને પાછો ખેંચવાની અમારી માંગ પર અડગ છીએ. કાયદાની વાપસી નહીં થાય ત્યાં સુધી ખેડૂતનો ઘર વાપસી પણ નહીં થાય. સોમવારની બેઠકમાં ૪૦ ખેડૂત યુનિયનના પ્રતિનિધિઓ સાથે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, રેલવે, કોમર્સ અને અન્ન પ્રધાન પીયૂષ ગોયલ અને વાણિજ્ય મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન સોમપ્રકાશ જેઓ પંજાબના એમપી છે તે હાજર રહ્યા હતા.