કેન્દ્ર સરકાર આ વર્ષની શરુઆતમાં એટલે કે 2024થી તેમના કર્મચારીઓ અને પેન્શનનો લાભ આપવા માટે ડીએમાં 50 ટકાનો વધારાની જાહેરાત બાદ હવે બાળકોનું શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડી જેવા કેટલાક ભથ્થાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમા મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો થશે ત્યારે જ બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં પણ 25 ટકાનો વધારો કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ ભથ્થાં વધારાના સમાચારો વચ્ચે કેટલાક લોકો હજુ પણ મૂંઝવણમાં છે, અને તેમની મૂંઝવણ દૂર કરવા માટે કર્મચારી અને તાલીમ મંત્રાલયના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગે એક સ્પષ્ટતા કરી છે.