ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરીને અટકાવવા અને ઘૂસણખોરોને કડક સજા આપવા માટે ભારત સરકાર ટૂંક સમયમાં સંસદમાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 રજૂ કરી શકે છે. બિલના ડ્રાફ્ટ મુજબ, જો કોઈ વ્યક્તિ માન્ય દસ્તાવેજો (વિઝા અને પાસપોર્ટ) વિના ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, આવી વ્યક્તિ પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.