અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે ઘરઘાટી તરીકે નોકરી કરતા અને ઘરમાલિકની ગેરહાજરીમાં ચોરી કરી ફરાર થઇ જતા રાજસ્થાનના એક જ પરિવારના 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે નિકોલના શુકન ચોકડીથી આ તમામ આરોપીઓની ધરપકડ કરીને દાગીના, બાઇક , મોબાઇલ સહીત કુલ રૂપિયા 5 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.