પુલવામા હુમલાની બીજી વરસી પર સુરક્ષા દળોએ રવિવારે જમ્મુના બસ સ્ટેન્ડ પાસેથી ભારે પ્રમાણમાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસેથી 7 કિગ્રા વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે અને પુલવામા હુમલાની બીજી વરસી પર એક મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.
આ સાથે જ કાશ્મીર ઘાટીમાં રહેતા એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેણે બતાવેલી જગ્યાએથી જ વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે. જમ્મુ ઝોનના IGP મુકેશ સિંહ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિસ્તૃત જાણકારી રજૂ કરશે.