મુંબઇ પોલીસે ગુરુવારે પૈસા ચૂકવીને ટીઆરપી ખરીદવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. મુંબઇના પોલીસ કમિશનર પરમબીરસિંહે ગુરુવારે આરોપ મૂક્યો હતો કે, મુંબઇમાં પરિવારોને નાણા ચૂકવીને આખો દિવસ ટેલિવિઝન સેટ પર ચોક્કસ ચેનલો ચાલુ રાખવા જણાવવામાં આવતું હતું. કેટલાક અભણ લોકોના ઘરોમાં આખો દિવસ અંગ્રેજી ન્યૂઝ ચેનલો ચાલુ રાખવામાં આવતી હતી. અર્નબ ગોસ્વામીના વડપણ હેઠળની રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા નામની ૩ ટીવી ચેનલ દ્વારા ટીઆરપીમાં ગેરરીતિનું આખું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. અમે રેટિંગ્સમાં ગેરરીતિની તપાસ કરી રહ્યાં છીએ. કૌભાંડની માહિતી આપતાં સિંહે જણાવ્યું હતું કે, ટીઆરપીમાં ગેરરીતિ કરવા માટે આ ચેનલોને હંસા નામના સંગઠન દ્વારા મદદ કરાતી હતી. મુંબઇમાં વિવિધ ઘરોમાં ફીટ કરાયેલા ૨૦૦૦ બેરોમીટરનો ઉપયોગ ટીઆરપી સાથે ચેડાં કરવા થતો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, બીએઆરસીના બે પૂર્વ કર્મચારીઓને આ બેરોમીટર લગાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, આ ચેનલો વતી કેટલાંક લોકો પરિવારોની મુલાકાત લેતાં હતાં અને દર મહિને તેમને નાણા ચૂકવતા હતા.