જિલ્લા શિક્ષણાધિકારીએ અમદાવાદની દરેક સ્કૂલોને પરિપત્ર કરીને સૂચના આપી છે કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્કૂલની પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને કલમ-370 અને 35-A વિશે માહિતી આપવી. કાશ્મીરમાં કલમ- 370 અને 35-Aની કલમ હટાવાયા પછી વિદ્યાર્થીઓ પણ આ કલમ વિશે જાગૃત થાય તે માટે પ્રાર્થના સભામાં વિષય નિષ્ણાતની સ્પીચ અથવા ક્વિઝ, નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિનું આયોજન કરવા જણાવ્યું છે.
સરકારના દરેક કાર્યક્રમોની માફક આ કાર્યક્રમની માહિતી પણ સ્કૂલો પાસેથી મંગાવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક સ્કૂલોએ 17 સપ્ટેમ્બરે કરેલા કાર્યક્રમનો અહેવાલ ફોટોગ્રાફ્સ સાથે DEO કચેરીએ મંગાવ્યો છે. કાર્યક્રમના બીજા દિવસે રિપોર્ટ કરવાની સૂચના આપી છે.