(courtesy: GNS) શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એમ કહ્યું છે કે હે નકલી ડોકટરો તમ તમારે ધમધોકાર પ્રેક્ટીસ કરો પેશન્ટ નું જે થવાનું હોય તે થાય તમને કંઈ નહિ થાય…? દેખીતી રીતે કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી પણ નકલી અને બોગસ ડિગ્રીધારી ડોકટર ને આવી કોઈ છૂટછાટ નાં આપે. તેમ છતાં હું વડાપ્રધાન મોદી ના વડનગર ગામ નો છું એમ કહી ને વિજાપુર તાલુકા ના મંડાલી ગામે રાકેશ જોશી નામ ના નકલી ડોકટરનો જીએનએસ દ્વારા એક સ્ટીંગ ઓપરેશન માં તેનો ભાંડો ફૂટ્યો ત્યારે દબાણ લાવવા માટે ત્યાંના માજી સરપંચે વડનગર અને મોદીજીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ નકલી મુન્નાભાઈ ડોક્ટર ને તેમની ડીગ્રી બતાવવા કહેવામાં આવ્યું ત્યારે ગામના સરપંચોના નામે માજી સરપંચ પાસેથી ફોન કરાવીને પત્રકારોને ધમકી આપવાનું ગુનાહિત કામ કર્યું છે. આ નકલી ડોકટરે દાવો કર્યો કે તેની પાસે નેચરોપથી ની ડીગ્રી છે અને તેમના પિતા આર્યુવેદિક ડોક્ટર છે તેથી ક્યારેક તેમના પિતા બહારગામ ગયા હોય તો પોતે પેશન્ટ ને દવા અને ઈન્જેકશન આપે છે…! પરંતું સર્ટીફિકેટ કે રજીસ્ટ્રેશનની નલક માંગતા કાંઇ પણ બતાવવા તૈયાર નથી અને જીએનએસને મળેલી માહિતી અનુસાર આ કહેવાતા ડોક્ટર રાકેશ જોશી ફક્ત 12મું પાસ છે અને તેમના પિતા ડો. દિનેશ જોશી પણ ફક્ત નેચરોપેથીની ડીગ્રી ધરાવે છે. એટલું જ નહિ રાકેશ જોશી માત્ર રાત્રે જ દવાખાનું ચલાવે છે…!
નિર્દોષ દર્દીઓ ના જીવન સાથે ચેડાં સમાન આ સમગ્ર બાબત એવી છે કે જીએનએસ ને માહિતી મળી કે મંડાલી માં કોઈ નકલી ડોકટર છે અને તે રાત્રે જ દવાખાનું ચલાવે છે. પ્રજાના હિતમાં તેનું સ્ટીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે માહિતી સાચી ઠરી હતી. નકલી ડોક્ટરને એમબીબીએસ ની ડીગ્રી અંગે પૂછવામાં આવ્યું ત્યારે આવા કિસ્સામાં બને છે તેમ ગલ્લાતલ્લા કરવા લાગ્યો અને ડીગ્રી છે એમ કહ્યું પરંતુ ડીગ્રી પ્રમાણ પત્ર બતાવાને બદલે સરપંચો પાસેથી દબાણ લાવ્યું કે હું તો વડાપ્રધાન ને ગામ વડનગર નો છું….! સવાલ એ છે કે ૧૩૫ કરોડ લોકો ની સુરક્ષાની જવાબદારી લેનાર વડાપ્રધાન દ્વારા આવા બોગસ ડોકટરો ને છૂટછાટ આપી હશે…? તેનો જવાન ના માં જ હોય. આતો વડાપ્રધાન અને વડનગરના નામે ચરી ખાવાનો કાળો ધંધો જ કહી શકાય.
નકલી ડોકટર રાકેશ જોશીએ કેવો બચાવ કર્યો કે તેના પિતા આર્યુવેદિક ડીગ્રી ધરાવનાર ડોક્ટર છે. અને તેમની પોતાની પાસે નેચરોપથી ની ડીગ્રી છે. રાકેશના પિતાએ પણ ટેલીફોનિક વાતચીતમાં કબુલ કર્યું કે તેમને ઈમરજન્સી કામે બહારગામ જવું પડ્યું ત્યારે દીકરા રાકેશને કહતું કે જે દર્દી આવે તેમને દવા ઈન્જેકશન આપજે. અને તે પણ માત્ર એક જ દિવસ માટે જ. પરંતુ જીએનએસ ની તપાસમાં એવું બહાર આવ્યું કે રાકેશ રોજ રાત્ર ૮ વાગે દવાખાનું ખોલે છે અને રાત્રે જ પ્રેક્ટીસ કરી ને હજારો નિર્દોષ લોકો અને દર્દીઓના જીવન સાથે મેલી રમત રમી રહ્યો છે.
જેમની પાસે નેચરોપથી ની ડીગ્રી હોય તેને એલોપથી ની જેમ દવા કે ઈન્જેકશન આપવાની કોઈ મંજુરી હોતી જ નથી. નેચરોપથી અને એલોપથી બે અલગ અલગ સારવાર પદ્ધતિ છે. નકલી ડોકટરના પિતા આયુર્વેદ ના ડોક્ટર હોય તો પણ તેમને એલોપથી સારવાર કરવાની કોઈ જ મંજુરી હોતી નથી. જો એવું જ હોય તો કોઈ એમબીબીએસ શા માટે ભણે…? લાખો રૂપિયા શા માટે ખર્ચે….? આર્યુવેદિકની ડીગ્રી લઈને પછી ઇન્જેકશનો આપીને માલામાલ નાં થાય…? એટલે આ કિસ્સામાં નકલી ડોક્ટર તો દોષિત છે જ ઉપરાંત તેમના પિતા પણ તેમના દીકરા પાસેથી નિર્દોષ દર્દીઓને ઇન્જેક્શન મરાવીને લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે.
જીએનએસ દ્વારા નકલી ડોકટરને સાફ સાફ કહેવામાં આવ્યું કે એલોપથી ની સારવાર માટેની એમબીબીએસ ની ડીગ્રી હોય તો બતાવે. અને રાત્રે શા માટે દવાખાનું ચલાવે છે તેનો ખુલાસો તેમણે કર્યો નથી અને દબાણ લાવવા માટે ફોનો કરાવે છે. મંડાલી પંથક માં આ નકલી ડોકટરને હાથે કોઈ મોટી જાનહાની થાય તે પહેલા સંબધિત સત્તાવાળાઓએ તેની તપાસ હાથ ધરવી જોઈએ. છત્તીસગઢ માં વીજળી ની તંગી બદલ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકનાર ની દેશદ્રોહ ના ગુનામાં ધરપકડ થતી હોય તો વડાપ્રધાનના નામે જુઠાણું ચલાવનાર ની સામે દેશદ્રોહ નો ગુનો કેમ નાં નોંધાય…?