સતત બીજા દિવસે ભારતીય શેરબજારનો કારોબાર લાલ નિશાન નીચે નજરે પડી રહ્યો છે. આજે સેન્સેક્સ 57,190.05 ઉપર ખુલ્યો હતો. ગઈકાલે કારોબાર દરમ્યાન ઇંડેક્સ 304 પોઈન્ટ ઘટીને 57,684 પર બંધ થયો હતો. નિફટી ની વાત કરીએ તો બુધવારે નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17,245 પર બંધ રહ્યો હતો. આજે તે ઘટાડા સાથે 17,094.95 ઉપર ખુલ્યો હતો. ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળાના કારણે વૈશ્વિક બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 57,138.51 સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો.