દેશમાં કોરોનાના કેસમાં ઘટાડા સાથે વિવિધ રાજ્યો દ્વારા અનલોકની પ્રક્રિયા હાથ ધરાતા આર્થિક ગતિવિધીઓનો ધમધમાટ વધવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલીએ આજે સેન્સેક્સ 52641 અને નિફટી 15835ની નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યા હતા. બીજી તરફ આજે રોકાણકારોની સંપતિ પણ વધીને રૂા. 231 લાખ કરોડની વિક્રમી સપાટી કૂદાવી ગઇ હતી.
ગત મે માસમાં કોરોનાના કેસ વિક્રમી સપાટીએ પહોંચી ગયા બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થતા વિવિધરાજ્યો દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ થતા અર્થતંત્રમાં વૃધ્ધિનો આશાવાદ સર્જાયો હતો. બીજી તરફ દેશમાં ચોમાસુ સમય કરતા વહેલું શરૂ થતા તેની બજાર પર સાનુકૂળ અસર જોવાઇ હતી.