ભારતીય શેરબજાર આજે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત સ્મોલકેપ, મીડકેપ, ટેલિકોમ્યુનિકેશન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર સહિતના ઈન્ડેક્સ પણ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી છે.
આજે સેન્સેક્સ નજીવા ઘટાડે ખૂલ્યા બાદ વધી 75582.28ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. 10.39 વાગ્યે 74.23 પોઈન્ટ ઘટી 75343 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીએ 23000ની સપાટી વટાવી 23004.05ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. 10.40 વાગ્યે 30.40 પોઈન્ટ ઘટી 22937.25ની સપાટીએ કારોબાર થઈ રહ્યો હતો.