ભારતીય શેરબજારોમાં તેજીનુ જોર વધ્યું છે. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી ખૂલતાંની સાથે જ નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા. બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યો છે. સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આ સાથે બીએસઈ માર્કેટ કેપએ પ્રથમ વખત 430 લાખ કરોડની સપાટી વટાવી છે.
માર્કેટમાં ઉછાળા પાછળનું કારણ
અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદર મામલે હોકિશ વલણ દર્શાવ્યું હોવા છતાં ઈક્વિટી બજારમાં તેજી જોવા મળી છે. જો કે, ગઈકાલે રિટેલ ફુગાવાના જારી આંકડાએ શેરબજારને ટેકો આપ્યો છે. રિટેલ ફુગાવો મેમાં 4.75 ટકા નોંધાયો છે. જે એપ્રિલમાં 4.80 ટકા સામે નજીવો સુધર્યો છે. બીજી તરફ ગઈકાલે એફઆઈઆઈએ 426.63 કરોડ અને ડીઆઈઆઈએ 233.75 કરોડની ખરીદી દર્શાવી હતી.