દેશમાં કોરોનાના કેસોમાં તોતિંગ વધારો થતા અનેક રાજ્યોમાં લોકડાઉનનો અમલ તેમજ આગામી સમયમાં આકરા પગલા ભરાય તેવી સંભાવના તેમજ સુપ્રીમના ચુકાદા બાદ સરકારી બેંકોની એનપીએ વધવાની ભીતિ પાછળ ફેલાયેલા ગભરાટ વચ્ચે આજે ભારતીય શેરબજારોમાં ભારે અફડાતફડીના અંતે ગાબડા નોંધાયા હતા.
જેના પગલે રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. 2.17 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઝડપી વધતા અનેક રાજ્યોમાં મિની લોકડાઉન અમલી બન્યા છે. આમ છતાં, કેસોમાં વધારો થતાં આગામી સમયમાં વધુ આકરા પગલા ભરાશે તેવી ભીતિનો બજારમાં ગભરાટ ફેલાયો હતો.