ગત સપ્તાહે નાણા મંત્રીએ દેશની 10 સરકારી બૅન્કોનું 4 બૅન્કમાં વિલીનીકરણ કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત દેશની ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ ( GDP)ના બીજા ક્વાર્ટરમાં આંકડાઓ ગત વર્ષનાં આંકડા કરતાં 3 ટકાનો કડાકો બોલ્યો. આ તમામ ઘટનાઓની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. આજે ગણેશ ચતુર્થી બાદ ખુલતી બજારે શેરબજારમાં સેન્સેક્સ (Sensex)માં 769.88 પોઇન્ટ અને નિફ્ટી(Nifty)માં 225.35 પોઇન્ટથી વધારેનું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ (Sensex) દિવસના અંતે 36562.91ના આંકે 2.6 ટકાના કડાકા સાથે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 10797.90ના આંકે 2.4 ટકાના કડાકા સાથે બંધ થયો હતો.