ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત્ છે આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બંને ઈન્ડેક્સની શરુઆત જ ગ્રીન સિગ્નલ સાથે થઈ હતી અને બાદમાં જેટની ગતીએ આગળ વધ્યા હતા. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના 30 શેર ધરાવતા સેન્સેક્સ (Sensex)એ 400 પોઈન્ટના ઉછાળા સાથે 71,000ની સપાટી વટાવી દીધી હતી જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની (NSE) નવા નવા રેકોર્ડ સ્તરે સ્પર્શી ગઈ હતી.