રશિયાએ યુક્રેન પર એકતરફી આક્રમણ કરીને અનેક શહેરો પર હવાઈ હુમલા કરવાની સાથે કોઈપણ દેશને વચ્ચે નહીં આવવાની ધમકી આપ્યા બાદ નાટોએ તમામ દેશોને રક્ષણ માટે તૈયાર રહેવા તાકીદ કરતા વિશ્વ યુદ્ધ થવાના ભણકારા પાછળ આજે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં ગાબડા નોંધાયા હતા. આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે વિદેશી રોકાણકારોની રાહબરી હેઠળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેક્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો ૨૭૦૨ પોઈન્ટનો પાંચમો કડાકો બોલી ગયો હતો. નિફ્ટીમાં પણ ૮૧૫ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. બીજી તરફ અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનું રૂ. ૩૦૦૦ ઊછળી ૫૪૦૦૦ની ટોચે પહોંચ્યું હતું. મુંબઈ ખાતે ચાંદીમાં રૂ. ૪૦૦૦નો ઊછાળો નોંધાયો હતો. હૂંડિયામણ બજારમાં આજે ડોલર સામે રૂપિયા ૧૧૦ પૈસા તુટયો હતો..