ઘરઆંગણાના તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજારના સેન્સેક્સ તેમજ એનએસઇના નિફ્ટીએ વધુ એક નવો વિક્રમ રચ્યો હતો વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ આજે ઇન્ટ્રા ડે સેન્સેક્સ ઉછળીને ૬૪,૦૦૦ની અને નિફ્ટી ૧૯,૦૦૦ની ઐતિહાસિક સપાટી કૂદાવી દીધી હતી. જો કે, કામકાજના અંતિમ તબક્કામાં ઉંચા મથાળે નફારૂપી વેચવાલીના દબાણે બન્ને ઇન્ડેક્સ તેમના ઉંચા મથાળા ગુમાવી બંધ રહ્યા હતા.