રાજ્યનાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજથી બે દિવસ માટે આ પ્રક્રિયા ચાલુ રહેશે. જિલ્લા મહાનગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા (BJP Sense Process) પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં જિલ્લાઓમાં ભાજપની (Gujarat BJP) સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.