બ્રિટનનાં વડાપ્રધાનપદની રેસમાં રિશિ સુનક લિઝ ટ્રસથી સતત પાછળ રહેવા લાગ્યા છે. સર્વેક્ષણોમાં પણ લિઝની લોકપ્રિયતા વધતી હોવાનું જણાયું હતું. એ દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો, નેતાઓ અને સિનિયર મંત્રીઓએ પણ રિશિ સુનકને બદલે લિઝ ટ્રસનું સમર્થન શરૂ કર્યું છે.
બ્રિટનના નવા વડાપ્રધાન બનવા માટે ભારતીય મૂળના રિશિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. બોરિસ જ્હોન્સનના રાજીનામા પછી કન્ઝર્વેટિવ પાર્ટીએ નવા વડાપ્રધાનની શોધ આદરી હતી, શરૃઆતના તબક્કામાં રિશિ સુનક તમામ ઉમેદવારોમાં સૌથી આગળ હતા. માર્જિન સાથે તમામ હરીફોને પાછળ રાખનારા રિશિ સુનક હવે લિઝ ટ્રસ સામે પાછળ રહી ગયા છે. ફાઈનલ બે ઉમેદવારો રહ્યા બાદ આગળની પ્રક્રિયા શરૃ થઈ ત્યારથી રિશિ સુનક લિઝ ટ્રસથી પાછળ રહેતા આવે છે. બંને વચ્ચે પ્રથમ વખત ડિબેટ યોજાઈ ત્યારબાદ રિશિ સુનકની લોકપ્રિયતામાં ઓટ આવી હતી અને લિઝ ટ્રસની લોકપ્રિયતા વધી હતી.