રાજસ્થાનમાં કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય ભંવરલાલ શર્માનું અવસાન થઈ ગયું છે. તેમણે SMS હોસ્પિટલના મેડિકલ ICUમાં સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ધારાસભ્ય ભંવરલાલ શર્માને શનિવારે સવારે SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા, કિડની ઈન્ફેક્શન સહિતની અનેક સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. SMS હોસ્પિટલ અધિક્ષક ડો.અચલ શર્માના માર્ગદર્શન હેઠળ મેડિકલ બોર્ડ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. શનિવારે સીએમ અશોક ગેહલોત શર્માની તબિયત જાણવા એસએમએસ હોસ્પિટલ ગયા હતા. ભંવરલાલ શર્મા સરદારશહેરથી 7 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.