ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. મળતી માહિતી અનુસાર, આજે(15 માર્ચ, 2025) તેમનું ટુંકી બીમારી બાદ રાત્રે નિધન થયું છે. આવતીકાલ સવારે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. જણાવી દઈએ કે, તેઓ પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક હતા. તેમણે ગુજરાતી ભાષાને અનેક યાદગાર કૃતિઓ આપી હતી. નવલકથા, વાર્તા, જીવનચરિત્ર અને ઝબકારના તેમના જીવનચિત્રો ગુજરાતી સાહિત્યમાં ખૂબ લોકપ્રિય છે.