કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પીઢ રાજકારણી મોતીલાલ વોરાનું ૯૩ વર્ષની વયે સોમવારે નિધન થયું હતું. તેઓ છેલ્લા બે-ત્રણ દિવસથી બીમાર હતા અને સારવાર માટે દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને સારવાર બાદ તેઓ સાજા થઈને ઘરે પરત આવી ગયા હતા. ત્યારબાદ ફરીથી તેમની તબિયત ખરાબ થતાં તેમને સારવાર માટે ત્રણ દિવસ પહેલાં જ દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમણે પોતાનો ૯૩મો જન્મ દિવસ પણ ઊજવ્યો હતો.