આયુર્વેદ દિવસ જેને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં દવાના હિન્દુ દેવતા ધન્વંતરીના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (29મી ઓક્ટોબર) ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે