દેશભરમાં 15મી ઓગસ્ટનાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે દેશ અને રાજ્યની BJP સરકારે 'હર ઘર તિરંગા' અને 'તિરંગા યાત્રા' નું આયોજન કરાયું છે. આ ઝુંબેશ હેઠળ આજથી અમદાવાદ , રાજકોટ , સુરત સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થશે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, BJP રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા , પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જો કે, બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રાનાં કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે.