-
સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટ અને ભારતના પ્રથમ મહિલા એડીશનલ સોલિસીટર-જનરલ ઇન્દિરા જયસિંગે એક સાપ્તાહિકને આપેલી મુલાકાતમાં એવો ચોંકાવનારો ધડાકો કર્યો કે તેમનું પણ જાતિય શોષણ થયું હતું અને તે પણ સુપ્રિમ કોર્ટની પરસાળમાં. તેમણે કહ્યું કે પરસાળમાં સામાન્ય રીતે ભારે ભીડ હોય છે. તે વખતે ભીડમાંથી પસાર થઇ રહી હતી ત્યારે એક સિનિયર વકીલ જાણી જોઇને તેમની સાથે એ રીતે અથડાયા કે તે એક સામાન્ય ઘટના ભીડમાં થતી હોય છે. અને તે વખતે તેમની હરકત યોગ્ય નહોતી. તેમણે આ ઘટનાની જો કે ફરિયાદ ના કરી પણ પેલા વકીલને ચોક્કસ ચેતવણી આપી હતી. તેમણે દાવો કર્યો કે આપણી કોર્ટોમાં મહિલા જજોનું પણ જાતિય શોષણ થાય છે. તેઓ એક એવા મહિલા જજનો કેસ લડી રહ્યાં છે કે જેમનું એક સાથી જજે જાતિય શોષણ કર્યું હોય. ભારતની કોર્ટોમાં મહિલાઓ માટે કામ કરવા જેવું વાતાવરણ નથી, એમ પણ તેમનું માનવુ છે.