અંડર-19 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાન મંગળવારે એકબીજા સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે, બંને ટીમ સતત બીજીવાર સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. 2018માં ભારતે પાકિસ્તાનને 203 રને હરાવ્યું હતું. હાલમાં બંને ટીમ વચ્ચે 8 મેચ રમાઈ છે અને તેઓ 4-4 જીત સાથે બરોબરી પર છે. ભારત છેલ્લે 2010માં પાકિસ્તાન સામે હાર્યું હતું. ત્યારે પાકિસ્તાને ક્વાર્ટરફાઇનલમાં 2 વિકેટે મેચ જીત્યું હતું.
જો આવતીકાલે ભારત મેચ જીતે છે તો તે સાતમી વાર ફાઇનલમાં પહોંચશે. ભારત પહેલીવાર વર્ષ 2000માં ફાઇનલમાં પહોંચ્યું હતું, ત્યારે ભારત ચેમ્પિયન બન્યું હતું. તે પછી 2006માં ઉપવિજેતા, 2008 અને 2012માં ચેમ્પિયન, 2016માં ઉપવિજેતા અને 2018માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ પાકિસ્તાન 5 વાર ફાઇનલમાં પહોંચ્યું હતું. તે 2004 અને 2006માં ચેમ્પિયન, જ્યારે 1988, 2010 અને 2014માં રનરઅપ બન્યું હતું.