ગુજરાતમાં બિસ્માર રસ્તાઓને લઇને ચોતરફથી ફટકાર વરસાવવામાં આવી રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં ખાડા (Pits in Ahmedabad) નહીં બલ્કે ભાજપ ખાડામાં ગયો હોવાની ટ્વીટ કરી હતી. તો કેટલાંક લોકોએ કોરોનાના બદલે ખાડા ટયૂન બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આટલું ઓછું હોય તેમ વળી પાછું જન અધિકાર મંચ દ્રારા (Pits in Ahmedabad) અનોખી રીતે વિરોધ કરવામાં આવશે.
“બિસ્માર રસ્તાઓના વિરોધમાં મારા માર્ગદર્શન હેઠળ આજથી (શનિવાર)થી સમગ્ર ગુજરાતમાં અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવશે. જેમાં સેલ્ફી વીથ ખાડા (Pits in Ahmedabad) અભિયાનની શરૂઆત કરાશે. અતિ ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર થતાં જનતા ત્રસ્ત છે અને અધિકારીઓ અને કોન્ટ્રાકટરો મસ્ત છે. જામ ખંભાળિયા અને સુરત ખાતે જન અધિકાર મંચની ટીમ દ્વારા ખાડા પૂજન કરી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.”
હવે સેલ્ફી વિથ ખાડા અભિયાનમાં યુવાનો અને લોકો ખાડા સાથે સેલ્ફી પડી પોતાના ફોટાં સોશીયલ મીડિયામાં અપલોડ કરશે. અને પદાધિકારી તેમ જ અધિકારીઓ સુધી જનતાનું દર્દ પહોચાડવા આ અનોખો પ્રયોગ કરાશે. આ અભિયાન આજથી શરૂ થશે. જ્યાં સુધી સમારકામ નહી થાય ત્યાં સુધી ચાલશે તેમ જાહેરાત કરી છે.