ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) ને તેના નવા પ્રમુખ મળ્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે દિવસીય બેઠક બાદ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીને બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અગાઉ મૌલાના રાબે હસની નદવી બોર્ડના અધ્યક્ષ હતા, જેમનું લાંબી બીમારી બાદ 13 એપ્રિલ 2023ના રોજ નિધન થયું હતું. ત્યારથી બોર્ડના ચેરમેનની ખુરશી ખાલી હતી. હવે AIMPLBના સભ્યોએ સર્વસંમતિથી મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીને નવા પ્રમુખ તરીકે ચૂંટ્યા છે