Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી થઇ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા સંબંધિત થયેલી કામગીરી અને જનજાગૃતિ કાર્યક્રમોને પરિણામે આ સિધ્ધી હાંસલ થઇ છે અને સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની બાબત છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગ૨પાલિકાને ઈન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “સ્પેશિયલ મેન્શન” શહેરનું પ્રમાણપત્ર મળ્યું છે. તે ઉપરાંત અમદાવાદ મહાનગ૨પાલિકાને ૪ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. રાજકોટ મહાનગ૨પાલિકાને સેલ્ફ સસ્ટેનેબલ બીગ સીટીનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગાર્બેજ ફ્રી સીટી માટે વડોદરા, જામનગર, ગાંધીનગ૨, રાજકોટ મહાનગરપાલિકાને ૩ સ્ટાર બિરુદ મળ્યું છે. અમદાવાદ કાન્ટોનમેન્ટ બોર્ડને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ કન્ટોન્મેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો. તેમજ 3 સ્ટારનું બિરુદ પણ મળ્યું છે. આ સિવાય ભાવનગ૨ મહાનગ૨પાલિકા, તરસાડી અને વિસાવદર નગ૨પાલિકાને ૧ સ્ટારનું બિરુદ પ્રાપ્ત થયું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ