બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં 2 ઓગસ્ટ, 2024ના કોર્ટના જ આદેશની સમીક્ષાની કરવાની માગ કરવામાં આવી છે, જેમાં 2018ની ચૂંટણી બોન્ડ યોજના હેઠળ રાજકીય પક્ષોને મળેલા 16,518 કરોડ રૂપિયા જપ્ત કરવાની માગ કરતી અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. રિવ્યૂ પિટિશનમાં 2 ઓગસ્ટ 2024ના આદેશને પાછો ખેંચવાની માગ કરવામાં આવી હતી, જેમાં યોજના હેઠળ પ્રાપ્ત ફંડને જપ્ત કરવાની માગ કરતી અગાઉની અરજીને ફગાવી દેવામાં આવી હતી. તેથી, અરજી પુનઃસ્થાપિત કરવા અને નવેસરથી સુનાવણી કરવાની માગ કરવામાં આવી છે.