સૈફ અલી ખાનના પુત્રના તૈમૂર નામથી ઘણો વિવાદ થયો હતો. જોકે અભિનેતાએ આ બાબતે તાજેતરમાં પ્રથમ વખત સ્પષ્ટતા કરી હતી. સૈફે કહ્યું હતું કે, તે તુર્કીના શાસક 'તૈમુર' હતો તેમ લોકો કહે છે, પરંતુ તેનું નામ તિમૂર હતું અને મારા પુત્રનું નામ તૈમૂર છે. જોકે બન્ને એક જ શબ્દથી છે પરંતુ નામ જુદા જુદા છે.