વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક વધારો થવાથી ચિંતિત કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને નવા કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક મોટી બેઠક બોલાવી છે. બુધવારે સવારે 11:30 વાગ્યે યોજાનારી આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ અને તૈયારીઓ અંગે આરોગ્ય નિષ્ણાતો સાથે ચર્ચા કરશે.