ણિપુરમાં સરકારે હિંસા પર કાબૂ મેળવવા માટે ‘શૂટ એટ સાઈટ’નો આદેશ આપ્યો છે. જો કે માત્ર એક્ટ્રીમ કેસોમાં ‘શૂટ એટ સાઈટ’નો ઉપયોગ થશે. ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં મૈતેઈ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાના વિરોધમાં એક આદિવાસી સ્ટુડન્ટ યુનિયન મોરચાએ માર્ચ બોલાવી હતી, ત્યારબાદ મણિપુરમાં હિંસા શરૂ થઈ ગઈ હતી. હિંસા બાદ ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવાયો હતો. ઉપરાંત 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. હાલમાં મણિપુરમાં સ્થિતિ તંગ છે. હિંસાને રોકવા માટે સેના અને આસામ રાઈફલ્સને પણ તૈનાત કરવામાં આવી છે.