પેલેસ્ટાઈનનું આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેને ધ્યાને રાખી ભારતે રાજદ્વારીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ સહિત ઈઝરાયેલી નાગરિકોની સુરક્ષા માટે દેશભરમાં એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટની માહિતી સંબંધિત સુરક્ષા એજન્સીઓ અને પોલીસને આપી દેવાઈ છે. એલર્ટમાં કેટલાક સ્થળો પર મજબુત સુરક્ષાનું પણ કહેવાયું છે. ઉપરાંત જ્યાં ઈઝરાયેલી નાગરિકોનું આગમન વધુ છે, તે જગ્યાએ પણ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.