જમ્મુ-કાશ્મીરમાં પુંછ જિલ્લાના મેંઢર વિસ્તારમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ગુરુવારે શોધ અભિયાન દરમિયાન બે IED અને RDX જેવી વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી. મળતી માહિતી અનુસાર, મેંઢરના છાજલા પુલની નીચે શંકાસ્પદ વસ્તુ જોવા મળ્યા બાદ સુરક્ષાદળો તાત્કાલિક હરકતમાં આવ્યા. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવીને આ સંવેદનશીલ પદાર્થોની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બે IED, એક કિલોગ્રામથી વધુ RDX, બેટરી, ધાબળા અને ખાદ્ય સામગ્રી મળી આવી હતી. આ સામગ્રીને તપાસ હેઠળ રાખવામાં આવી છે.