સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે બિનસાંપ્રદાયિક્તા હંમેશાથી ભારતના બંધારણના મૂળ ઢાંચાનો હિસ્સો રહી છે. બંધારણમાં ઉપયોગમાં લેવાયેલા સમાનતા અને બંધુત્વ શબ્દોની સાથે સાથે ભાગ ત્રણ મુજબ અધિકારોને જોઇએ તો સ્પષ્ટ સંકેતો મળશે કે બિનસાંપ્રદાયિક્તાને બંધારણની મુખ્ય વિશેષતા માનવામાં આવી છે.