જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક સંભવિત મોટા નિર્ણયને લઈને વધી રહેલી અટકળોની વચ્ચે કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યા છે. શ્રીનગરમાં 5 ઓગસ્ટે કલમ-144 લાગુ કરવામાં આવી છે, જે આગામી આદેશ સુધી લાગુ રહેશે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ નજરબંધ હોવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉમર અબ્દુલ્લા ઉપરાંત મહબૂબા મુફ્તી અને પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનને પણ નજરબંધ કરી દેવામાં આવ્યા છે.
ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યુ કે, મને લાગે છે કે આજે અડધી રાતથી મને નજરબંધ કરી દેવામાં આવ્યો છે અને મુખ્યધારાના અન્ય નેતાઓ માટે પણ આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.