ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR-2 લોન્ચ કર્યું છે, જે એસેસમેન્ટ ઇયર 2018-19 માટે ત્રીજું રીટર્ન ફોર્મ છે. આ ફોર્મ સત્તાવાર ઇ-ફાઇલિંગ પોર્ટલ પર છે. આ રીટર્ન જમા કરાવવાની આખરી તારીખ 31 જુલાઇ છે. આ ITR-2નો ઉપયોગ કોઇ એવા ઇનડિવિડ્યુઅલ અને હિન્દુ અવિભાજિત પરિવાર દ્વારા કરાય છે જેમની પાસે વ્યાપાર કે પ્રોફેશનના ગેઇન અને પ્રોફિટથી ઇન્કમ ઉપરાંત અન્ય સ્રોતથી આવક થાય છે.