ગુજરાતમાં એક દિવસમાં બીજી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં સવારે 10.49 કલાક આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ માસમાં ગુજરાતમાં ઘણા ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 62 કિલોમીટર દૂર પાકિસ્હોતાન સરહદ પાસે નોંધાયું હતું.
ગઈકાલે મોડી રાત્રે અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ હતી. રાત્રે 1.42 વાગ્યે આ ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 45 કિમી દુર નોંધાયું હતું.