કચ્છ જિલ્લામાં એક સપ્તાહમાં બીજી વાર ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. મધ્ય રાત્રે 2:30 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે. દુધઈ નજીક 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું છે. આ પહેલા કચ્છમાં ખાવડા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8:47 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.