પોતાના પાકના વ્યાજબી ભાવ, કર્જમાફી અને અન્ય સમસ્યાઓને દૂર કરવાની માગણીને લઈને ખેડૂતોએ શરૂ કરેલા દસ દિવસીય દેશવ્યાપી ગામ બંધ આંદોલનનો આજે બીજો દિવસ છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ દૂધ અને શાકભાજીની આપૂર્તિ પર મોટી અસર થશે. અહીંના ખેડૂતોએ શાકભાજી અને દૂધનો પુરવઠો બંધ કર્યો છે. મેટ્રો સિટીમાં હજુ બંધની અસર થઈ નથી.