દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે એક જ દિવસમાં બીજો ઝટકો મળ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાના નીચલી અદાલતના આદેશને રદ કરી કેજરીવાલની મુશ્કેલી વધારી છે, ત્યારે હવે સીબીઆઈએ તિહાર જેલમાં તેમની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી છે.