કેન્દ્રીય નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરપર્સન માટે અરજીઓ મગાવી છે. 17 ફેબ્રુઆરી સુધી સેબીના ચેરપર્સન પદ માટે અરજી કરી શકાશે. વર્તમાન સેબી ચેરપર્સન માધબી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ સતત વિવાદોમાં રહેલા માધબી પુરી બુચનું ચેરમેન પદેથી રાજીનામું લેવાની માગ ઉઠી હતી. હવે તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી નવા ચેરપર્સનની નિમણૂક કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.