માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર ઉદ્યોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાઈનાન્સના પૂર્વ અધિકારીઓ સહિત સહિત 24 અન્ય કંપનીઓ પર ફંડ્સની હેરફેર કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે. તેઓ સિક્યુરિટી માર્કેટમાં કોઈ વ્યવહાર કરી શકશે નહીં.
સેબીએ અનિલ અંબાણીને સિક્યુરિટી માર્કેટમાં, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સનલ તથા માર્કેટ રેગ્યુલેટર સાથે નોંધાયેલ કોઈપણ મધ્યસ્થી સહિતની ભૂમિકા પર પ્રતિબંધ લાદવા ઉપરાંત રૂ. 25 કરોડની પેનલ્ટી પણ ફટકારી છે. તેમજ રિલાયન્સ હોમ ફાઈનાન્સ પર પણ છ માસનો પ્રતિબંધ લાદતાં રૂ. 6 લાખની પેનલ્ટી ફટકારી છે.